કુદરતની છે આ સુંદર કળા
કુદરતની છે આ સુંદર કળા
કુદરતની છે આ સુંદર કળા
કુદરતની છે આ કળાની રચના,
દીપક રોશની રેલાવે અંધકાર કરે દૂર
બંસી મધુર ગુંજે મનને કરે નૂર,
અગરબતી સ્વયં પ્રગટે આપે અનેરી સૌરભ
નદી વહે છે સુંદર જળ આપે અદભૂત,
વૃક્ષો તડકો વેઠે આપે છે અણમોલ છાયડો
સાગર લાગે ખારો આપે છે મોતી મોહક,
સંતો છે પરોપકારી આપે છે દુઆ
જાતે દુઃખ વેઠીને કરે છે ખુશ સદા,
પરોપકારીની આ છે ભવ્ય વાત
માનવીઓ માનો ઝટ ઝટ.
