ધરાયો છે
ધરાયો છે
ચહેરા-આડશે કોઈ ચહેરો તો છૂપાયો છે,
સદા રાહે રહે જે પગ, હવે ત્યાંથી વળાયો છે,
થયા પૂરા બધાયે મોહ ને લાગે જગત મિથ્યા,
રહેતો જે ક્ષુધાતુર, તે હવે પૂરો ધરાયો છે,
પહેલા જે હતી ઊણપ, હવે પૂરી થવા લાગી,
પછી પૂછાય છે તે પાંચમાં, શાણો ગણાયો છે,
બનાવી જિંદગી સંગીતથી સોહામણી તેણે,
ગલી-ખાંચે ગવાયો, રાગ એવો તો રચાયો છે,
ખરા-ખોટાતણી પંચાતમાં 'સાગર' પડે શાને ?
છતાંયે ભાંજગડમાં કેમ આખોયે ફસાયો છે !
