Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract Inspirational

4.3  

Bharat Thacker

Abstract Inspirational

સંક્લ્પ

સંક્લ્પ

1 min
426


આ વર્ષના સંકલ્પ લેવા કંઈક ખાસ છે

દિલથી દિલના દીવા પ્રગટાવી, પાથરવો પ્રેમનો પ્રકાશ છે,


જિંદગીમાં ચઢાવ-ઉતરવાનો ચકડોળ તો રહેશે જારી

ક્યારેય ન માનીએ હાર, એવી માનસિકતા ફેલાવવી ચોપાસ છે,


નાની મોટી ખરીદી ના લાભ આપશું નાના વેપારીઓને પણ

આખરે તો સહુ વધે આગળ, એ જ સાચો વિકાસ છે,


પાથરણા અને રેંકડી વારા સાથે નથી કરવી ભાવની રકઝક

નાના નાના ધંધાર્થીઓની દુવાઓમાં, જિંદગીની સુવાસ છે,


પુરી નિષ્ઠા અને દ્રઢતા છે સંકલ્પના આયુનું પ્રાણવાયુ

અલ્પજીવી સંકલ્પ, સંક્લ્પનો એક જાતનો હાસ છે,


ખબર છે બધા ને કે, સાથે નથી લઈ જવાનું કાંઈ

નીતિ ના રસ્તે જ ચાલવું એ સંક્લ્પ ખાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract