જીવનશાળા
જીવનશાળા
ક્યારેક સફળ ક્યારેક નિષ્ફળ થાઉં છું,
હું સતત ચાલતી જીવનશાળાનો વિદ્યાર્થી છું,
દરરોજ પાઠ કંઈક નવા શિખતો જાઉં છું,
હરપળ આવતી પરીક્ષાઓ આપતો જાઉં છું,
નિંદા,ટિકા રૂપી આવતી ઠેસ ઠેકતો જાઉં છું,
આગળ દેખાતો સાફ માર્ગ નિહાળતો જાઉં છું,
નિષ્ફળતા મળતા થોડો નિરાશ થઈ જાઉં છું,
સફળતા મેળવતા આનંદથી હરખાઉ છું,
રોજ ચાલતા રસ્તામાં અથડાઈ પડી જાઉં છું,
અનુભવના હાથ પકડી ઊભો થઈ જાઉં છું.