માવઠું
માવઠું
હું તો એમજ સૂકું જીવું કાંઈ,
જાણે આવે અચાનક કયાંકથી માવઠું,
ને આવે જીવવાનો કાઈક સ્વાદ,
મારે નથી તમતમતા કોઈ સપના,
કરે કોઈ પળ પળ મને યાદ,
કોળાયા કરે કાન કરે જો કોઈ મને સાદ,
હું તો એમજ સૂકું જીવું કાંઈ........
સાવ સફેદ મારુંં મન સાવ મારુંં,
કોઈ આવી રંગોના કરે છાંટણા,
સાવ કાળુ મારું આભ ન ટમટમે એમાં તારલા,
સૂરજ આવી કાંઈ ચમકાવે એમાં ચાંદલા,
હું તો એમજ સૂકું જીવું કાંઈ......