Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hasmukh Rathod

Abstract

3  

Hasmukh Rathod

Abstract

વિહંગની વ્યથા

વિહંગની વ્યથા

1 min
286

ઊડતું ખગ ચાંચમાં માળો સજાવવા તરણુ લઈ,

જુએ આવીને સ્થળે અહીં જંગલ નામે કંઈ જ નઈ,

ટપટપ આંસુ વહે મારો આશરો ગયો છીનવાઈ,

આવળ બાવળ ને વડલો પીપળો સૌ ગયા ખોવાઈ,

જુએ નભ પર નિસહાય નયને કરે શું ફરીયાદ ?

ખગ છે એ નથી નિર્દય માનવ એ છે એને યાદ,

માળાના સપનાં ભરી આંખો વહે અનરાધાર,

મારા થનાર બચ્ચાઓને કયાં મળશે આધાર ?

ઓ માનવ ખંડિત કર્યુ તે અમ પ્રકૃતિના અંશને,

તારી હોશિયારી લઈ ગઈ તુજને વિનાશને પંથે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract