વિવાદ
વિવાદ
1 min
173
મૌનને મળી વાચા, ને વિવાદ વ્યાપ્યો,
જીભને જો સ્વાદ કડવાટ ગમ્યો.
હતુ સ્પષ્ટ ચિત્ર સામે,
આંખને તો ભ્રમણાઓનો વિસ્તાર ગમ્યો.
હકીકત નિરસતા ઉપજાવે અહીં,
સૌને મીઠા મરચાથી ભરપુર વઘાર ગમ્યો.
કાગડો કરે સ્વચ્છતાના કામ અહીં,
કોયલ નો માત્ર મધુર ટહુકાર ગમ્યો.
