વાદળનું વ્હાલ
વાદળનું વ્હાલ
વાદળે વરસાવ્યું વ્હાલ ને ભીંજાઈ ગયું મારૂ મન,
છાંટાના સ્પર્શનો કમાલ ને ઝૂમી ઉઠ્યું મારૂ તન.
વરસ ઝરમર ઘોઘમાર ન રહી જાય કોરૂ એકેય અંગ,
હૈયુ હેતે હરખાય જાણે મળી ગયો સાજનનો સંગ.
ભીંજાઈ પશુ-પંખી એના આનંદનો નથી કોઇ માપદંડ,
નદીએ ફેલાવ્યા હાથ લેવા બાથમાં જળપ્રવાહ અનંત.
વૃક્ષો કરે નાચગાન ભૂલી ભાન એની મનગમતી આ મૌસમ,
જગનો તાત થયો તૈયાર સૌને પોષવા ઉગાડવા માટે અન્ન.