અક્ષયપાત્ર પપ્પા
અક્ષયપાત્ર પપ્પા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
પકડે મારી આંગળી ત્યાં મારગ મને જડે,
સ્મરણ કરુ જયાંં ઈશ્વરનુંં તો પપ્પા નજરેે ચડેે,
ભૂલ મારી સુધારવા જોરદાર મને વઢે,
સપનું એમનું એકજ કે મારા કરતા આગળ વઘે,
અજબ આ દુનિયામાં અંધકાર ઘેરી વળે,
તપી સૂરજની જેમ ને મારુ જીવન રોશન કરે,
પરસેવે થઈ રેફજેફ મહેનત સતત કરે,
અક્ષયપાત્ર પપ્પા મારા માંગો એ મળે,
સંતાનની સુરક્ષા માટે સૈનિક એ બને,
સોનેરી સુખ આપવા જીવનમાં અનેક યુદ્ધ લડે.