પ્રેમુક્તિ
પ્રેમુક્તિ
રાધાની આંખના મારગમાં જોને એને કાનો મળ્યો,
એક અધુરા હૈયાને જોને રૂડો સથવારો મળ્યો,
પ્રથમી પર અવતરવાનો એને એક તારણ મળ્યો,
શું છે આ જીવન ? જવાબમાં એને માધવ મળ્યો,
માધવની મોરલીમાં એને સૂરોનો ખજાનો મળ્યો,
ધડકતા હૈયાને આજીવન એક વિસામો મળ્યો,
મન મળ્યું માધવથી ને અદભૂત ઉજાસ મળ્યો,
ભવભવના ફેરામાં મુક્તિનો રાધાને મારગ મળ્યો.