ખુદને ખોજયા કર
ખુદને ખોજયા કર
ખંખેરી ખંખેરી તું ખોખરું કર
જપ ના પડે તો ફરી ફરી ને ફોફરું કર,
શોધ એને તું શું જોઈએ છે,
વગોડી વગોડી ને ફોતરું કર,
મંદિર જા, મસ્જિદ જા,
મન ના લાગે તો જંગલમાં જા,
બાંધેલા મનને તું જરા મોકળું કર,
આત્મા ને દેખ કે અજાણ્યાને દેખ,
ગમે તેમ કર પણ થોડું શરૂ કર,
તું ક્યાંય ને ક્યાંય ખુદને ખૂજયા કર.
