શોધ
શોધ
હું શોધું તને આભમાં અને તું કણકણમાં નીકળે,
જોઉં છું તને હું મેળામાં હંમેશા અને તું જણ જણમાં નીકળે,
પાખંડમાં પૂજી નાખ્યો મે તને અને તું કરુણામાં બીરજે,
ફૂલ ચડાવી ફૂલવું તને રોજ હું અને તું તરુવરમાં નીકળે.
ભજન કીર્તનથી રીઝવું તને હું અને તું સમજણમાં નીકળે,
જીતવા તને કરું હું લાખ પ્રપંચ અને તું પ્રકૃતિની ગોઠવણમાં નીકળે,
અંદર કંઈક ઔર થઈ બહારથી કંઈક દેખડું તને,
ભપકાથી ક્યાં અંજાય તું, તું તો અંતરમનમાં નીકળે.
