ક્યાં જવું છે ?
ક્યાં જવું છે ?
નાના મોટા થવું છે અને બહુ આગળ વધવું છે,
મોટા હવે થઈગયા બાકી બોલો ક્યાં જવું છે ?
દોડ લગાવી હરીફાઈમાં બધાથી આગળ નીકળવું છે,
દોડી દોડી અંત નથી આખરે બોલો ક્યાં જવું છે ?
દુનિયા ફરવી છે, દેશ- વિદેશ ફરવું છે,
અંતે આવવાનું છે ઘરના એ ખૂણે જ્યાં ઊંઘ આવે છે.
અહીથી ત્યાં ફરતા ફરતા આરામ નહીં મળે,
ક્ષણિક બધુ લાગશે ત્યારે થસે આખરે ક્યાં જવું છે ?
મન ભટકસે, માણસ ભટકશે, ભટકસે પૂરો ભવ,
જગ્યા બદલશે, જોખમ બદલશે, બદલસે ભાવ,
ફરતા રહસે, જંખતા રહસે, ડરતા રહસે,
મનના ચકરાવ ને નથી ખબર આખરે ક્યાં જવું છે ?
