કેલેન્ડર
કેલેન્ડર
જોઉં નજરે ગુજરતી પળ-પળ
વહેતું જળ નયનથી ખળખળ
કરે ભૂલકાં ચૂપચાપ ખળભળ
મોટેરાં માંગવા ન્યાય ચળવળ,
રહું તરોતાજા આરોગી ક્ષણક્ષણ
નિહાળું ઉજરતા ખેતરે કણકણ
સાંભળું ઘરઘરની રોજ ચણભણ
ચોપડાવતાં એક મેકને મણ-મણ,
ઉતારું ગળેથી કટુ ઘૂંટડા ઘટ ઘટ
ઘટતી નથી માનવીની આ ખટપટ
ઈચ્છું પૂરું થાય જો વરસ ઝટપટ
આવી જાય વળી નવું કરે ચટપટ,
બદલાય પતાકડાં ભલે રોજ રોજ
એનો એજ જિંદગીમાં રોજ બોજ
બદલવા અંતરમાં જઈ મોજ ખોજ
માનીશ ઘર નહીં પણ લોજ તોજ,
નથી વર્ષે સરીખડાં દિન એક એક
નવે વરસે ફરી તોય ચક્ર એક એક
હળોમળો વરસભેર સૌ થઈ એકમેક
દિન બદલ્યે લેવી નવીન એક ટેક.