ચોરની ચોરે ચર્ચા હતી
ચોરની ચોરે ચર્ચા હતી
ચોરની ચોરે ચર્ચા હતી, પ્રજા ગુમસુમ હતી
શ્રીમંતને ત્યાં દોડતી, દોલત રુમઝૂમ હતી,
એશ આરામથી હોટલો, લોકોથી ભરપૂર હતી
સરહદ શહીદોના, લોહીથી કુમકુમ હતી,
તપતા તાપમાં, ઓફિસમાં, એસીની ઠંડક હતી
જ્યાં ત્યાં શ્રમજીવીની કાયા, પરસેવે લથબથ હતી,
હતું થાળીમાં, રોટલો, છાશ, ચટણી અને ડુંગળી
બત્રીસ ભોજને પણ, જમવામાં કચકચ હતી,
હજાર હજાર દીવડે રોશન, રોશની મહેલોની હતી
હતો એક ઝાંખો દિપક, પણ ઝુંપડી ઝગમગ હતી.
