ડખ્ખાનાં છપ્પા
ડખ્ખાનાં છપ્પા
સબ્સ્ક્રાઇબ કરતાં સિત્તેર થયાં
તો ય ના કોઈએ કદી લાઇક કર્યાં
ઘરબાર છોડી ઓનલાઇન રહ્યાં
દરબાર સમજી દુઃખ ઓફ્લાઈન સહ્યાં
લાઇક કરી કરીને થઈ ગયા લાંબા
કેટલીય વાર તો થઈ ગયાં ડખ્ખા
મદને લખ્યું મેડોનાને આઇ લાઇક યુ
મેં પણ કર્યું એની જેમ ઓછો આઇ ક્યુ
ઉપરથી વળી શેર કર્યું મેડોનાને ટેગ કર્યું
એણે વળતાં મારું એકાઉન્ટ બ્લોક કર્યું
ત્રેવડ વાળાએ મોટાં પ્રહારે ટ્રોલ કર્યું
કોઈએ ગૂગલમાં જઈ સર્ચ કર્યું
પડોશીએ વાઈ ફાઈ મારું હેક કર્યું
યુ ટ્યુબમાં હાઈ ફાઇ લાઈફનુ
ં ચેક કર્યું
વગર વિચાર્યે મારા નામે જે પોસ્ટ કર્યું
પ્લેગીયારિઝમ નામે કોઈએ બરખાસ્ત કર્યું
ફેસ પર સપ્તરંગી રંગ રોગાન કર્યાં
ફેસબુકમાં મોટાં મોટાં ચોગાન ભર્યાં
દેશની આબાદીથી બમણાં તો મેં મિત્ર કર્યાં
એકે ઓચિંતા ઘરે પધારી ચત્તાપાટ કર્યાં
પરાક્રમની ગાથા ગાઈ વગાડી ટ્વીટ કર્યાં
એકમેકથી મોટાં મોટાં માથાં ટેગ કર્યાં
લાઇકથી ઝાઝાં માનવે અન-લાઇક કર્યાં
થઈ ફજેતી ઉપરથી વળી નાલાયક ઠર્યા
પહોંચી એંસીએ ડખ્ખે ડખ્ખા બંધ કર્યાં
આજ એકાઉન્ટ બધાં અનસબ્સ્ક્રાઇબ કર્યાં