Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayuri Prajapati

Abstract Tragedy

4.0  

Mayuri Prajapati

Abstract Tragedy

મારું સુખ

મારું સુખ

1 min
12.2K

બને ત્યાં સુધી મારે એકલા જીવતા શીખવું છે, 

દુઃખમાં તો શીખવાડી દીધું હવે સુખમાં શીખવું છે.

 એકલતા તો ઉપહાર જ મળી મારે એકાંત જાણવું છે,

 સુખ દુઃખની જંજાળ છોડી મારે બાળક બનવું છે.

 બદલાતી મોસમની વચ્ચે મારે ઋતુ એકજ રહેવું છે,

 પાનખર કે અષાઢ ની હોય ભલે મારે વસંત જ રહેવું છે.

 ઝાંઝવાનાં નીર જેવા સંસારમાં મારે ગંગા બનીને વહેવું છે,

 પાપ પુણ્યની ઘટમાળ છોડી મારે પવિત્ર જ રહેવું છે.

 દુઃખ તો વહેંચતા શરમાવું છું પણ સુખમાં મિત્રો શોધું છું,

 ત્યાં જ અનાયાસે સુખને દુઃખ બનાવી બેસું છું

એટલે જ હવે સુખમાં એકલા રહેતા શીખવું છે,

 બને ત્યાં સુધી મારે એકલા જીવતા શીખવું છે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract