ચોમાસું
ચોમાસું


હરિત વર્ણ ધરા ચતુર્માસે
ગાજે ઘનશ્યામ ગગનમાં,
અષાઢે આરંભ્યો મેહધારા
લાવ્યો ઉત્સવ ઝૂંડ ઉંચેરા,
રૂપેરી ચમકે વીજ નભમાં,
ધરા વહેતા સજળ ઝરણાં,
તૃણ બીડ ચરી જીવધારી
માલધારી મનખો નર્તન,
સીમ સેઢે વછૂટી વનવેલ
ખેતરે ઊભા ઉંચેરા મોલ,
હરિ મોર ટહુકે મન મેલી
ભર્યા તળાવ તર્યા ભૂલકા,
રણકતા ખીલેથી વાછરડા
કૃષિકાર ખુશીથી મલક્તાં,
ગાઈ રાસડા કન્યા ગૃહિણી
હરિત વર્ણ ધરા ચતુર્માસે.