.... કરી ના શક્યાં
.... કરી ના શક્યાં


કંઈ કહેવું હતું પણ કહી ના શક્યાં
ચૂપ રહેવું હતું ચૂપ રહી ના શક્યાં,
વલોપાત એવો હતો મુજ મનમાં
કે કહ્યાં વિના અમે રહી ના શક્યાં,
દર્દ સહેવું હતું પણ સહી ના શક્યાં
વ્યકત કરવું હતું પણ કરી ના શક્યાં,
દર્દ એવું હતું કંઈક ભીતરનું
કે ચૂપ રહીને દર્દ સહી ના શક્યાં,
બાજી જીતવી હતી પણ જીતી ના શક્યાં
બાજી હારવી હતી પણ હારી ના શક્યાં,
જિંદગીની રમત કંઈક એવી હતી
જીતીને પણ બાજી અમે મારી ના શક્યાં.