પુષ્પ
પુષ્પ


આજ પણ વૃક્ષના બ્રહ્માંડમાં સર્જાય છે ગ્રહો
ફૂલ કળી પરાગ રજ છાંટી નીપજે ઉપગ્રહો
પ્રભાતે પુષ્પ ખીલતું પાંખડી ફેલાવી રંગીન
ફૂલ ફોરમ વચ્ચે પુષ્પ રજ મધ્યાહ્ને સંગીન
ધૂપમાં છાંયને શોધવા ભટકતા રાંક પંખીડા
કુસુમ રજ આરોગતા કાયમી કર્મ વીર કીડા
અખંડ મકરંદ છાંટતા ધરા જીવજંત ચરકતા
રવિતેજ જલધાર મળ્યે ફૂટતા અંકુર મરકતા
આરંભે સૂક્ષ્મ દ્રશ્યમાન અંકુર ઘેઘુર વટવૃક્ષ
કોરતાં કોમલ પુનઃ પુષ્પ ભલે ને માનવ રુક્ષ
આજ પણ વૃક્ષના બ્રહ્માંડમાં સર્જાય છે ગ્રહો
રચતું પુષ્પ પરાગ પુષ્પ ચક્ર વિના પૂર્વગ્રહો.