Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Silhar

Abstract Others

2  

Swati Silhar

Abstract Others

સંભારણા

સંભારણા

1 min
6.7K

મીંચાય આંખડી દાદીના ખોળે,
ને જવું એ પરીઓના દેશમાં...

આવતા જોઈ દુરથી પપ્પાને,
સંતાવું મમ્મીના પાલવમાં...

ક્યાં છે?મારી લાડલી,
પપ્પા ધીરેકથી પુછે કાનમાં...

આ રહી કહીને વળગી પડું,
જ્યાં આવે વધામણા વ્હાલના...

હાથોમાં તેડે જ્યાં કાકા,
હૈયા ઉભરાય હરખના...

જીદ કરીને છીનવી લેતી,
એ તો રમકડાં મારા ભાઈના...

સખીઓ સાથે રમતી ઘર-ઘર,
વિવાહ રચાતા ઢીંગલા ઢીંગલીના...

કેટલા મીંઠા લાગે છે આજે ,
મારા બાળપણના એ સંભારણા...

બહુ યાદ આવે છે મને,
મારા દાદાજીનાં આંગણા... 

Rate this content
Log in

Similar gujarati poem from Abstract