માં
માં
હંમેશા એટલી બધી પરવાહ કરતી રહે છે
મને બધી મુસીબતોથી દૂર કરતી રહે છે
આ દુનિયા માં બસ માં નું કાળજું જ તો છે
જે મારી ખુશી માટે પ્રાર્થના કરતી રહે છે
ઊઠીને જે સૌથી પહેલા દીકરીનું મુખ જોવે છે
એના માટે એજ સર્વસ્વ છે અને એ જ જીવન પણ છે
આ દુનિયા માં બસ માં મનુ કાળજું જ તો છે
જે પોતાના બધા સુખ પણ ત્યાગી દેવા હંમેશા તૈયાર રહે છે
પિતા બનીને પિતાની ફરજો હંમેશા નિભાવે છે
માં બની ને હંમેશા ચિંતા કરતી રહે છે
આ દુનિયા માં બસ માં નું કાળજું જ તો છે
જે કોઈ સાથ ના આપે ત્યારે પણ માથે હાથ મૂકતી રહે છે
ઋણ તો માતા નું કેવી રીતે ચૂકવી શકે કોઈ
એના જેટલું મહાન તો કેવી રીતે બની શકે કોઈ
બસ "જગ" એટલી પ્રાર્થના કરે છે
બધી દીકરીને એટલી તાકાત આપજે કે એ
માતા ને ખુશ રાખી શકે અને એના સપના પૂરાં કરી શકે સહુ કોઈ.