કાળ
કાળ


કાળનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે એ તો સાંભળ્યું હતું,
પણ આજે એ જોઈને દિલ કંપી જાય છે,
હજુ પણ એ જ વિચાર આવે છે કે,
કુદરત કયા કર્મોની સજા આટલી ભયાનક આપી જાય છે,
લોકો તો આશા લઈને આવ્યા હતા પોતાના સાજા થવાની,
પણ ભગવાન કંઈ અલગ જ રમત રમી જાય છે,
કોરોનાથી બચાવવાનો શ્રેય આપવો હતો ડોક્ટર્સને,
પણ વિધાતા તો જુદા જ લેખ લખી જાય છે.