દોષ મારો ક્યાં છે ?
દોષ મારો ક્યાં છે ?
ઘનઘોર જંગલ રણમાં ફેરવાયું
તો પણ દોષ મારો ક્યાં છે ?
પક્ષીઓનું ઘર છીનવાયું
તો પણ દોષ મારો ક્યાં છે ?
પાણી માટે જગત તરસ્યું
તો પણ દોષ મારો ક્યાં છે ?
સાગરકાંઠે સુનામીને નોતર્યું
તો પણ દોષ મારો ક્યાં છે ?
ભુતલના તળ ને ખૂબ વિખેર્યું
તો પણ દોષ મારો ક્યાં છે ?
સૌમ્ય પ્રકૃતિને વિકરાળ બનાવી
તો પણ દોષ મારો ક્યાં છે ?
ભૂલો કરીને ભૂલ ન સ્વીકારી
તો પણ દોષ મારો ક્યાં છે ?