વ્યસન મુક્તિ
વ્યસન મુક્તિ
કેવા કેવા વ્યસન થયા,
જેમાં જીવના સૌ કોઈ ગયા
જિંદગીને નરક બનાવી,
સમય પહેલા મોત ને વ્હાલા થયા,
બીડી, સિગરેટ, તમાકુ, દારૂ,
ચરસ-ગાંજામા પૈસા ગયા,
આમ પૈસા ને પાણીમાં વેરી,
ધન દોલતથી કંગાળ થયા,
અસહ્ય પીડા દેહમાં લગાડી,
હોસ્પિટલના ચક્કર કાપ્યા,
જાતે પગ પર કુહાડી મારી,
દર્દનાક રોગના શિકાર થયા,
સમાજને વ્યસનમાંથી બચાવવા,
અનેક વ્યસન મુક્તિ અભિયાન થયા,
પણ સમજુ પ્રજા ને વાત ગળે ન ઊતરી,
તેથી જ જીવન બરબાદ થયા,
પરિવારના પ્રેમની જવાબદારી સમજી,
હજુ સમય છે મનથી જાગો,
તમારી આદતને સુધારી,
વ્યસનમાંથી છુટકારો લાવો,
આ પરિસ્થિતિમાં સરકારશ્રીને વિનંતી મારી,
નોટ બંધીની જેમ નશાબંધી કરાવો,
વ્યસન સામે લાલ આંખ દેખાડી,
આ યુગની નવી પેઢીને તારવો.
