મોસમનો પહેલો વરસાદ
મોસમનો પહેલો વરસાદ
1 min
167
મોસમની શરૂઆતનો પહેલો છે આ વરસાદ રે,
લલચાવી વરસ્યો છે આજે, જગ પર અનરાધાર રે,
ધૂળ ખંખેરાય જતાં રૂપાળી બની વનરાઈ રે,
આ જોઈને પ્રીતના રંગ રેલાયા સપ્તરંગી આકાશના રે,
ટપ ટપ વરસતી બુંદોથી, ટહુક્યા મનના મોરલા રે,
કુમળી લાગણીઓ મહેંકી ઊઠી, ઝાલ્યો તારા હાથ ને હાથમાં રે,
ઘરરર ગગન ગરજાટથી છૂટ્યો, ઉમંગ કેરો હેલ્લારો રે,
છીપાતા તરસ અતૃપ્ત ધરતીની, ઠંડક ફરી વળી આજે તનમાં રે,
રસ્તા પર પાણી ફરી વળ્યા છલકાયા આજ સરોવર રે,
ભેખડ તોડી નદીઓ દોડવા લાગી, સાગર મિલનની આશમાં રે.
