માતૃભાષા મારી ગુજરાતી
માતૃભાષા મારી ગુજરાતી
રસાળ સૌમ્ય સી ગૌરવશાળી,
સંસ્કૃતિના વૈભવ વારસાવાળી,
સાહિત્ય ભંડોળથી સમૃદ્ધવાણી,
એ માતૃભાષા મારી ગુજરાતી,
લોકબોલીના ભિન્ન લહેકાવાળી,
આખા વિશ્વમાં છે નિરાળી,
ભવ્યતાની સાથે બધે ફેલાણી,
એ માતૃભાષા મારી ગુજરાતી,
એક શબ્દના અનેક અર્થોવાળી,
લાગણીના જળને સિંચવાવાળી,
અંતરના ઝરુખેથી ઉભરાણી,
એ માતૃભાષા મારી ગુજરાતી,
વિચાર ને વાચા પહેલી મળી,
સપનાઓની દુનિયામાં ફરી,
ગુજરાતીઓના જીવનમાં ઘુંટાણી,
એ માતૃભાષા મારી ગુજરાતી.
