ઝાકળ જેવી યાદ
ઝાકળ જેવી યાદ
સમયના પ્રવાહ સાથે ઓઝલ થતી,
ઝાકળ જેવી યાદને આંખોમાં છૂપાવી લઉં,
જો જો આંસુ બની વહી ન જાય એ,
બસ તેને પાંપણના પોપચે છૂપાવી દઉં,
એની હાજરીથી રચાતા વિચારોના મહેલને,
સપનાની દુનિયામાં વસાવી લઉં,
ઘડી બે ઘડી અજનબી-બેખબર બની,
વાસ્તવિક દુનિયા આખી ભૂલાવી દઉં,
કશ્મકશથી ચાલતા જીવન સફરમાં,
થોડી પળનો તારો સાથ માંગી લઉ,
લાગણીના દરિયામાં ડૂબકી લગાવી,
જો માંગે તું સાથ જીવનભરનો તો આપી દઉં,
બસ વીતેલી આ ક્ષણોની પળ બે પળમાં,
હું બહું મોટી જિંદગી તારી ખાતર જીવી લઉં.

