વીતેલા દિવસો
વીતેલા દિવસો
વીતેલા દિવસો પાછા નહીં આવે
તો ચાલ આજમાં જીવી લઈએ,
જવાબદારીનો ભારો ઉંચકી ખૂબ ફર્યા
તો ચાલ આજ હાથમાં હાથ પરોવી લઈએ,
એકબીજાનો વાંક કાઢવામાં થોડા દૂર થયા
તો ચાલ આજ બધુ ભૂલાવી એક થઈ જઈએ,
કાલે શું થશે ક્યાંં ખબર છે કોઈને
તો ચાલ આજ તો ચિંતનનું પોટલું પધરાવી દઈએ,
ઘણા સમયથી સૂકાઈ ગઈ છે લાગણીઓ એકમેકની
તો આજ તેને પ્રેમના વરસાદથી ભીંજવી દઈએ,
ઉનમાદ છૂટી ગયો છે આજ જે પહેલા સ્પર્શનો
તો ચાલ આજ તેનેેે જીવંત ફરી કરી દઈએ.