મારો ગાંધી
મારો ગાંધી
વકીલાતનો મોટો બાદશાહ,
સત્યાગ્રહની શરૂઆત કરે રે,
દેશ દુનિયાનું ભ્રમણ કરી,
સ્વદેશ તે તો પાછા ફરે રે,
દેશની દારુણ ગરીબી જાણી
સ્વદેશી વસ્તુને એ અપનાવે રે
કોટ પેન્ટનો ત્યાગ કરી
એક નાનકડી પોતડી એ વાળે રે,
દીનદુખિયાના બેલી બનીને,
મનુષ્ય પરમો ધર્મ સમજાવે રે,
નાત-જાતના ભેદ વગર,
દેશને એક સાંકળે બાંધે રે,
સ્વચ્છતાના પાઠ ભણાવી,
દેહના રોગ સમુળા એ કાઢે રે,
શિક્ષણ કેરુ જ્ઞાન અપાવી,
<p>અંધશ્રદ્ધાને દૂર ભગાડે રે,
સમય સાદગીનું પાલન કરી,
અનોખી કેડી કંડારી રે
વાણી એ જ વર્તન કરી
નવી વિચારધારા આપે રે,
દાંડીકૂચની યાત્રા કરી,
મીઠાનો કર એ તોડે રે,
અહિંસા દ્વારા આંદોલન કરી,
અંગ્રેજોને લાકડીએ હંફાવે રે,
ના અસ્ત્રથી ના શસ્ત્રથી,
લડાઈ મોટી એવી લડે રે,
પ્રકૃતિના વિનાશ વિના પણ
અહિંસાથી સ્વતંત્રતા અપાવે રે,
શું વાત કરું આ મહામાનવની
'હે રામ' શબ્દોથી પ્રાણ છોડે રે
નથી મળતો મને એ પાછો ગાંધી
તેની ખોટ ભારતમાતાને સાલે રે.