Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Romance Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Romance Tragedy

દિલની સગાઈ

દિલની સગાઈ

1 min
246


દિલથી દિલની એક દિ' સગાઈ થઈ હતી, કોણ માનશે,

ને એક દિ' પછી મારીય વિદાઈ થઈ હતી, કોણ માનશે !


અધૂરો સંબંધ, અધૂરી મોહબ્બત લઈને જીવી રહ્યો છું,

જીવનમાં મારી આટલી કમાઈ થઈ હતી, કોણ માનશે !


તમારી ચાહતનો કદરદાન હું હતો ને તોય દાદ ના મળી,

ને હવે મારી વ્યથા મારાં મુખે ગવાઈ હતી, કોણ માનશે !


દોષ આપી દઉં કિસ્મતને એ પણ પૂરતું નહીં હોય હવે,

મારાં જીવન પર મારી ભૂલો છવાઈ હતી, કોણ માનશે !


મારી આંખોને રાહ હતી ચોમાસાની ચાતકની જેમ હવે,

વરસાદ નથી તોય આંખો ભીંજાઈ હતી, કોણ માનશે !


આ ભવમાં તમારું મિલન થશે નહીં, સ્વીકારું કેમ હું ?

આખી જિંદગી રાહ તારી જોવાઈ હતી, કોણ માનશે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance