મારી વ્યથા
મારી વ્યથા
શું કહું, કોને કહું મારી વ્યથા,
ન કરેલા ગુનાની ભોગવી રહી છું સજા,
કોને કરું યાદ અને કોને કરું ફરિયાદ,
એક જ ક્ષણમાં થઈ ગયાં પારકાં બધાં,
જો સારા બનવું એ હોય ભયંકર ગુનો,
તો મને મંજૂર છે મારા એ ગુનાની સજા,
એક જ ફરિયાદ છે ઈશ્વર તને મારી,
કે હવે કેટલી બાકી છે મારા જીવનમાં પરીક્ષા.
#TravelDiaries
