સાગર
સાગર


સાગરમાં બધી નદીઓ સમાય
એટલું જ વિશાલ હૃદય બધાનું કેમ ના થાય?
સાગરમાંથી મળે છે મીઠું
માપસર લેવાય તો બને સ્વાદિષ્ટ ભોજન
જો વધારે પડે તો બને ઝેરનું પડીકું
અને ઓછું પડે તો લાગે બધું ફીકુ
એવું જ છે જીવનનું પણ
જો પ્રમાણસર હોય સુખ અને દુઃખ
તો જીવનનું ગાડું ચાલે સીધું સીધું.
ગમે તેટલી અડચણો આવવા છતાં જેમ સાગર પોતાનો રસ્તો કરી લે
એમ પાક્કા ઈરાદાવાળા પણ પોતાના લક્ષ્ય ને હાંસિલ કરી જ લે..
થોડા ઊંડા ઉતરો દરિયામાં તો મળે છે અણમોલ મોતી
પોતાની અંદર પણ ઝાંકી ને જોજો કદી
ઘણી બધી આવડતો છૂપાઈ હશે જે કામ આવશે જિંદગી પૂરી થતા સુધી !!