STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

મૂલ્ય

મૂલ્ય

1 min
249

હવે અમારાં શબ્દોના મૂલ્ય ઉપજતા નથી,

અમે તમને હવે પહેલાની જેમ ગમતા નથી,


સાગર કિનારે જવાની હવે જરૂરત ના રહી,

આંખોમાં આંસુ છે, જે હવે અટકતા નથી,


એકતરફી સંબંધમાં દશા એવી થઈ છે કે,

તેઓ ગયાં બાદ આ તરફ હવે દેખતા નથી,


હૃદય બિચારું હજુ પણ માની શકતું નથી,

કે બંધ થયેલા એ ઘરનાં દ્વાર ખૂલતાં નથી,


પૂછું હું સવાલો જવાબ મેળવવા કોને હવે ?

ઈશ્વર પણ જુઓ પોતે કશુંય બોલતાં નથી !


ચોમાસું પણ જાણે તરસાવવા આવ્યું મને,

વાદળો છે ઘનઘોર, તોય હવે વરસતાં નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy