STORYMIRROR

Nirali Shah

Tragedy

4  

Nirali Shah

Tragedy

વચન

વચન

1 min
275

આપેલા વચન હવે ક્યાં પળાય છે ?

સમયનાં ચક્રની જેમ એ પણ ફરી જાય છે,


હવે તો એકબીજાને મૂર્ખ બનાવવા જ અપાય છે વચનો,

વચનના વજનની ગરિમા હવે ક્યાં જળવાય છે ?


સંબંધોમાં રહી છે સ્વાર્થની સહાનુભૂતિ હવે,

એકબીજાંનાં મન પણ હવે ક્યાં સચવાય છે ?


વિશ્વાસ બંધાવવા રક્ષાકવચ ગણાતું હતું જે વચન,

એ હવે તો ફક્ત ઠાલા ઉપહાસોમાં જ ખર્ચાય છે,


સતયુગમાં અપાતા હતા જે 'જીવન મરણનાં સમ' જેવા વચન,

એ હવે કળિયુગના 'પ્રોમિસ' બનીને કયાંય ઊડી જાય છે,


એકસમયે આપેલાં વચન માટે જીવન ન્યોછાવર કરનારો માણસ,

આજના સમયમાં બીજાનું જીવન કચડતાં પણ ક્યાં અચકાય છે !


વચન મિત્રતાનાં હોય કે સપ્તપદીના, કે પછી હોય ચૂંટણી ટાણે અપાતા મંત્રીઓના,

કળિયુગમાં બધાજ વચનો હવે એક મજાક બનતા જાય છે.

#TravelDiaries


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy