STORYMIRROR

રાજેશ નાયક "રાજ"

Children

4  

રાજેશ નાયક "રાજ"

Children

બાળમજૂરી

બાળમજૂરી

1 min
846

જ્યાં બાળકો પ્રભુનો પ્રસાદ ગણાય છે

એવા મહાન દેશમાં બાળમજૂરી કરાવાય છે


નિ:સંતાન દંપતીઓ બાળકોને જોઈને હરખાય છે

તો કુમળા બાળ મજૂરીના નામે મુરઝાય છે


મફત - ફરજિયાત શિક્ષણનો કાયદો ઘડાય છે

તો એના અમલવારીની ક્યાં દરકાર રખાય છે !


ભણતાં બાળકોના દફતરનું ભારણ ઘટાડાય છે

પણ બાળમજૂરીને ક્યાં ઘટાડી શકાય છે !


રમવા, ફરવા અને ભણવાની ઉંમર મનાય છે

કેમ રમકડાં કે પાટી - પેનના બદલે મજૂરીનો ભાર સોંપાય છે ?


કઠિન મજૂરીએ હાથની રેખાઓ ભૂંસાય છે

તો પણ બાળમજૂરીની છાપ ક્યાં કોઈને દેખાય છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Children