STORYMIRROR

Pratiksha Pandya

Inspirational Children

4  

Pratiksha Pandya

Inspirational Children

ગુરુદેવ પ્યારાં

ગુરુદેવ પ્યારાં

1 min
381

સુકાની સાચો જે જીવનનાવ પાર લગાવે,

શિક્ષક શિષ્યને દોરી માર્ગ સાચ બતાવે.


પા..પા પગલી ભરે અભણ આવી જગતમાં,

કરે  પારંગત  વિદ્યાદાને  શાન સજાવે.


જ્ઞાન ટાંકણે ઘડી એ, સૂર્ય શાં તેજે ઝગાવે,

સંસ્કાર સિંચી સત્ય દયા શાં પાઠ ભણાવે.


પાનખર ઝાડી  ખીલવે વસંત મન બાગે,

ભીતરે બાળી અંધાર,જ્યોત ખાસ જલાવે.


સંદેશો શિષ્યનો સદા, શિક્ષકને નમે શીષ,

ના વિસરાય કદી, અમૃત સૌ  હાથ પામે.


બનાવી અધિપતી લક્ષ્યના,લક્ષ્મી કૃપા ભરે,

ધન ઢગે , વિશ્વ રજવાડે રાજ કરાવે.


દૈ પ્રેરણા પીયૂષનાં ભાન ભરે સદ્દભાવનાં,

બનાવી જન્મ સફળ, ભક્તિ નાદ જગાવે.


ગુરુદેવ પ્યારાં, જગે માન સ્થાન ઊંચા એનાં,

આભાર શિક્ષક, ઈશપાદે  પ્રાણ સમાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational