STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational Children

4  

'Sagar' Ramolia

Inspirational Children

ચિત્રકાર

ચિત્રકાર

1 min
704

જંગલ, નદી, આભ, પર્વત કેવાં દોરે ચિત્રકાર,

દોરે સૂર્ય, ચંદ્ર, તારા, એતો કુદરતી શણગાર,

જંગલ ...


કદી ફૂલ એવું દોરે જાણે સાચું ભારોભાર,

દોરે માણસને એવો, જાણે ખુદ એનો અવતાર,

જંગલ ...


નાની-મોટી લઈ પીંછી ભરે રંગોનો દરબાર,

રંગો મિશ્ર કરી કરી એ બનાવે શાનદાર,

જંગલ ...


પીંછી-રંગની સાથે ભળે એની કલ્પના હારોહાર,

ચિત્ર એવું તો બનાવે, ચાંદ લગાવી દે ચાર,

જંગલ ...


એતો ખુદને ભૂલી જતો ચિત્ર દોરવા ચિત્રકાર,

ત્યારે આબેહૂબ બનાવે કુદરતનો શણગાર,

જંગલ ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational