STORYMIRROR

Jagruti Vyas

Drama Fantasy Children

4  

Jagruti Vyas

Drama Fantasy Children

રાત

રાત

1 min
349

ગગને ચમકતી વીજળીને ભાળું,

ક્ષણવાર માટે હું એને નિહાળું,


વાદળ પણ કરે અંદરોઅંદર વાતું,

બનાવ્યું જાણે એણે કોઈ જાળું,


સૂરજે પણ વાસી દીધા દ્વાર,

માર્યું એણે જાણે રિસાઈને તાળું,


કરે વીજ તડાકા ને ભડાકા ફલકે,

કહે જાણે હમણાં હું બધું બાળું,


થરથર કાપે જાત વીજળીથી,

વિચારે મન કઈ દિશા તરફ વાળું,


કેવી લાગે ડરાવની રાત,

કેમ કરીને પળ હું એ ગાળું,


કરું પ્રભુને હું દિલથી પ્રાર્થના,

સહર પડે ને થાય સર્વત્ર અજવાળું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama