આઘાત બને તાકાત
આઘાત બને તાકાત
જીવનમાં નાના કે મોટા લાગે આઘાત,
ક્યાં રહી શક્યું કોઈ એમાંથી બાકાત,
વખતની સાથે ભરાય છે જખ્મો,
સમયને સથવારે સુધરે છે હાલાત,
ભીતરથી ઢંઢોળી નાખે છે આતમને,
ગજબની આવે છે પછી તાકાત,
ઘા ખાધેલો ઊઠે છે એવો,
દેખાડી દે છે જાત સૌને ઓકાત,
લાવે છે જે સ્વયંમાં જાગૃતિ,
જગમાં ઊભી કરે છે પોતાની અલગ ભાત.
