STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Children

4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Children

ઋણ ઋષિના ચૂકવે

ઋણ ઋષિના ચૂકવે

1 min
313

સ્નેહથી જે શીખવે, શિક્ષક ખરો તે જાણવો,

હેત રૂડાં દાખવે, શિક્ષક ખરો તે જાણવો.


એકતાના પાઠ રૂડા, આચરણથી શીખવે,

ભેદ છોડી ભીંજવે, શિક્ષક ખરો તે જાણવો.


સત્ય રાહે ચાલતાં, પાછા કદમ ના વાળવા,

બાળ માનસ ખીલવે, શિક્ષક ખરો તે જાણવો.


મર્મસ્થાનો ઓળખે, ના વાક બાણે વીંધતો,

ખીજતા ને રીઝવે, શિક્ષક ખરો તે જાણવો.


જ્ઞાનનો સર્જક બની, અવિરત મથે થાક્યાં વિના,

બેસવું ના પાલવે, શિક્ષક ખરો તે જાણવો.


ધાક ધમકીથી પરે થઇ, મિત્ર બનતો શિષ્યનો,

માન આપી જાળવે, શિક્ષક ખરો તે જાણવો.


પ્રેરણાની છે પરબ રૂડી! ગ્રહો સંદેશ 'શ્રી'

ઋણ ઋષિના ચૂકવે, શિક્ષક ખરો તે જાણવો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational