STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Romance

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Romance

મારી ખાતર

મારી ખાતર

1 min
437


સમય તો ખુબ આપ્યો તો, શરૂમાં તારી ખાતર,

પણ સમય તને ક્યાં છે ? હવે મારી ખાતર.


મળવા આવતી’તી નીતનવા બહાને, મારી ખાતર,

બહાનાય તને ક્યા મળે છે, હવે મારી ખાતર.


સમયને સૃષ્ટિ પણ બદલાઈ ગઈ, તારી ખાતર,

પણ બદલી છે તે દ્રષ્ટિ તારી ? મારી ખાતર.


વિરહની વેદનામાં ઝૂરતી’તી રોજ તારી ખાતર,

જાણી છે તે વિરહની વેદના, મારી ખાતર.


સ્વપ્ન સરવરમાં રોજ સરકતી’તી તારી ખાતર,

સરક્યો’તો હું તું ક્યારેય સ્વપ્નમાં મારી ખાતર.


આંસુ વહાવી વ્હાલી પાગલ થઈ’તી તારી ખાતર,

પણ તું બન્યો’તો ક્યારેય પાગલ ? મારી ખાતર.


હું તો ભૂલીને શાનભાન હું ‘મિલન’ તારી ખાતર,

પણ નયનથી નયન તો મિલાવી લે ! મારી ખાતર.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance