ડરામણું
ડરામણું
દૂરથી જે ડુંગર લાગતા રળિયામણા,
પાસે જઈ જુઓ તો લાગશે ડરામણા,
જેવું દેખાય એવું ક્યારેય નથી હોતું,
ને હોય એ પણ સાચું નથી સમજાતું,
આને દ્રષ્ટિનો દોષ કહો કે આંખે પાટા,
સ્વાર્થ વિના મીઠાં સબંધ લાગે છે ખાટા,
જલતા દીવા નીચે બેઠા હોય અંધારા,
અજવાળાના પણ ક્યાંક હશે કિનારા.
