કસ્તુરીમૃગ
કસ્તુરીમૃગ
પુરી દુનિયામાં, ભૌતિકતાની દુ:ખદાયી ભરમાર છે
ભૌતિકતા પાછળની દોડ, જિંદગીમાં રાખે બેજાર છે,
જિંદગીની સફરમાં રાખો હંમેશ, ઓછામાં ઓછો સામાન
વધારાનો સામાન, જિંદગીમાં લાવે બિનજરૂરી પડકાર છે,
થોડામાં ઘણું છે, એ સનાતન સત્ય સમજાય સમયસર
લઘુતમ જીવનશૈલી જ, જિંદગીના સાચા સંસ્કાર છે,
બધું ભેગું કરી લેવાની લ્હાયમાં, ખરાબે ચડે છે જિંદગી
બાકી કીડીને કણ અને હાથીને મણ, માટે તો બેઠા પરવરદિગાર છે,
સ્વૈચ્છિક સાદાઈ, આપણને બનાવે છે તકેદાર
સાદગી જ, જિંદગીનો સાચો શણગાર છે,
બહાર ભૌતિકતા તરફની દોડ, લાવે છે હંમેશ અજંપો
સાચો આનંદ પ્રાપ્ય છે, સહુની અંદર, અંદરનો આનંદ સદાબહાર છે,
ખરેખર તો સુખ અને આનંદ, રાખ્યું છે કુદરતે, આપણી અંદર હાથવગું
આપણી કસ્તુરી મૃગ જેવી દોડ, પોતે જ પોતા પર કરેલ અત્યાચાર છે.
