STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

4  

Kiran piyush shah "kajal"

Abstract

નારી

નારી

1 min
323

ક્યાંક રજૂઆતની અપેક્ષા !

ક્યાંક આલોચનાની પ્રતિક્ષા !

ક્યાંક સ્થિતપ્રજ્ઞતા

ક્યાંક ચંચળતા

પરિશ્રમ ને લડતથી

ઉદાસીને અંધકારને હટાવતી,


ભીતર દરિયો ઘૂઘવે, 

છતાં, 

ઉપરથી શાંત ને ગંભીર 

સઘળું હૈયે ધરબી હસતી

આ કેવી તારી મહાનતા ? 

 સ્ત્રીને અર્પી મૃદુતા સાથે અડગતા, 

 કોમળતામાં સચવાયેલી કઠોરતા,


જાણે છીપનાં આવરણમાં મોતી,

ધરતીમાં ધરબાયેલ બીજનું અંકુરિત થવું,

પાણીનું બાષ્પ બની વાદળ બની વરસવું,

જાણે સ્ત્રીના અવતરણની જ કહાણી,

બંધનોમાં આઝાદી ને આઝાદીમાં બંધન,

જન્મદાત્રી, સંસ્કારદાત્રી, વિધાત્રી.

દેવી શક્તિ કઈ કેટલા રુપ તો પણ કહે અબળા ?

ના ! નથી .. 

સમોવડિયણ ..

 સક્ષમ 

 નિપુણ 

અધૂરો છે નર નારી વિના

નારી નર મળી બને સંપૂર્ણ.

એટલે જ તો 

સદા કહેવાય 

 નારી તું નારાયણી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract