પનિહારી
પનિહારી
અણીયારી એ નજરુંમાં
તગતગતા મોતી..
એક હાથે મોતી લૂછતી..
તીરછી નજરે વીંધતી એ..
આરપાર ઉતરતી..
કાખમાં બેડલું ને...
ચાલી કૂવાકાંઠે..
એ ગ્રામ્ય યૌવના
હાથે કંકણ કડલાં
પગે કાંબી
માથે ચુંદડીને
કમખાની દોરીથી બંધાયું
તસતસતું યૌવન
અઢળક સજ્યા સાજ
રજત ઘરેણાં
સુખી ઘરની નિશાની
તન પર
છુંદણાનો શણગાર
તીખા નાક નક્સ
આંખો કાજળભરી
સાથે આંજી થોડી ઉદાસી..
ગુલાબી હોઠે રતાશ પકડી
ત્યાં
હોઠ પર ગુંજતા ગીત..
પણ સૂર એના વિયોગી
કદાચ ભરથાર
ના મનનો માનેલ દૂર
ઉતાવળી ચાલે હેંડતી જાતી..
ત્યાં તો કાને પડ્યો કોઈ સાદ
સાદ સાંભળીને...
અરે.
આ તો.. એ જ ...
પરદેશી...
આવ્યો વાલમ વાયદો પાળવા
આવ્યો હો.
