STORYMIRROR

Dipti Inamdar

Abstract Inspirational

4  

Dipti Inamdar

Abstract Inspirational

બંધારણ

બંધારણ

1 min
265

લય, ઢાળ ને આલાપ છંદે,

ગવાયેલી એ હું કવિતા છું,


છાંદસ ને અછાંદસ તાલે,

છવાયેલી એ હું કવિતા છું,


ગઝલને હાઈકુના માપે,

મપાયેલી એ હું કવિતા છું,


લોકગીત ને ગેય દોહરે,

કળાયેલી એ હું કવિતા છું,


સોનેટ ને મુક્તક રૂપે,

મઢાયેલી એ હું કવિતા છું,


અક્ષર ને માત્રામેળ વડે,

રચાયેલી એ હું કવિતા છું,


હું કવિતા છું,

હા એ જ,

લખાયેલી એ હું કવિતા છું,


અમરતને આયખે જ,

લદાયેલી એ હું કવિતા છું.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Abstract