STORYMIRROR

Narendra K Trivedi

Abstract Inspirational

4  

Narendra K Trivedi

Abstract Inspirational

મુક્ત ગગનના પંખી

મુક્ત ગગનના પંખી

1 min
367

પંખીને મુક્ત ગગનમાં તું ગાવા દે !

માળે માળે થતો કલશોર થાવા દે !


ચકલીની ચીંચિયારી કોયલનું કુંહું

ભ્રમરને પણ મધુરા ગીતો ગાવા દે !


વર્ષા આગમને થનથન થતો મોરલો

ઢેલડીને પણ પ્રણય ગીતો ગાવા દે !


ગિરિ શૃંગે અથડાય વાદળો વર્ષાનાં

વહેતા ઝરણાને પ્રકૃતિનાં ગીતો ગાવા દે !


ખીલી છે વસંત ચારેકોર મઘમઘતી

માનવ મનડાને મનપસંદ ગીતો ગાવા દે !


પંખીને મુક્ત ગગનમાં તું ગાવા દે !

માળે માળે થતો કલશોર થાવા દે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract