વરિષ્ઠ અને વૃદ્ધ
વરિષ્ઠ અને વૃદ્ધ
દુનિયાની દરેક વ્યક્તિ ઉપર, ઉંમર કરે અચૂક પ્રહાર છે,
વરિષ્ઠ થવું કે વૃદ્ધ, એનો આપણા પર દારોમદાર છે,
વૃદ્ધ બને છે, એ લોકો, જે રહે છે, બીજા પર આધારિત
વરિષ્ઠ બને છે, એ, જે થાય બીજાનો આધાર છે,
વૃદ્ધ હોય છે, એ લોકો જે કરે છે, ઉંમર છુપાવવાના પ્રયત્ન
વરિષ્ઠ છે, એ લોકો, જે પોતાની ઉંમર સાથે એકાકાર છે,
વૃદ્ધ છે, એ લોકો, જે રહે છે, હંમેશા પોતાના જમાનાની તાનમાં
વરિષ્ઠ છે, એ જે બદલાતા સમયની સાથે પણ સદાબહાર છે,
વૃદ્ધ છે, એ લોકો, જે નવી પેઢી સાથે હોય છે, ટકરાવમાં
વરિષ્ઠ છે, એ જે નવા વિચારોને અપનાવવામાં દિલદાર છે,
વૃદ્ધ છે, એ લોકો, જે આધિ, વ્યાધિ અને ઉપાધિથી છે, બીમાર
વરિષ્ઠ છે, એ જે જિંદગીમાં, ઉંમરનો પણ સ્વીકારે પડકાર છે,
વરિષ્ઠ અને વૃદ્ધ વચ્ચેનો સમજી લ્યો તફાવત સાનમાં
વૃદ્ધ હોય છે, રોતલ, વરિષ્ઠ કરે જિંદગીનો જય જયકાર છે,
વૃદ્ધ છે, એ લોકો, જે જિંદગીની સંધ્યામાં નીરખે છે, માત્ર કાળો રંગ
વરિષ્ઠ છે, એ જે જિંદગીના અંતમા પણ જુવે વસંતનો દ્વાર છે,.
