STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ભાતીગળ

ભાતીગળ

1 min
248

કેવું પ્રાકૃતિક નયનરમ્ય અને 'ભાતીગળ' છે મારું આ ગામડું,

અનમોલ સંસ્કૃતિનું રજવાડું છે,

મારું આ ભાતીગળ ગામડું,


અહીં નથી સોશ્યલ મીડિયાનો દેકારો

અહીં તો મસ્તીનો ફૂવારો છે

 મારા

ગામનો ચોરો,


અહીંંયા નથી કઈ મારું કે તારું

અહીંંયા છે સુખ દુઃખ સૌનું સહિયારું,

અહીં નથી કોઈથી આગળ નીકળી જવાની હોડ,

અહીં સફળતા માટે છે સૌની સહિયારી દોડ,

અહીંંયા નથી કોઈના મનની મુરાદ મેલી

અહીં છે સૌના હૃદયમાં હેતની હેલી,

અહીં નથી કોઈ ના ઘર પર પહેરા

તોયે હર આદમીના છે હસતા ચહેરા,


દંભ ઈર્ષ્યા અદેખાઈ પ્રપંચ માટે અહીં નથી કોઈ આવાસ

અહીં તો સહકાર ભાઈચારો અને મદદનો છે નિવાસ,

અહીં નથી સંગે મરમરની ચમક

અહીં તો છે ગૃહિણી ના હાથ ની કસબ,

લીપ્યું ઘૂપ્યું આંગણું ને

ઓસરીએ શોભતું રંગ બિરંગી, ચાકળું,

અહીં મહેમાન નવાઝી માટે છે હૈયે જાજો હરખ,

એ છે અહીંના લોકોની પરખ,

અહીં નહીં કોઈ ખોટી ધાંધલ ધમાલ

પ્રકૃતિની શોભા કરે છેઃ

કમાલ,


અહીં નથી મિલો અને વાહનોનો શોરબકોર,

અહીં પંખીઓ પણ નિર્ભય પણે કરે છે કલશોર,

અહીં નથી દંભ કે ચહેરા પર કોઈ મહોરો

અહીં તો નખ શીખ નિર્ભેળ હર આદમીનો ચમકતો ચહેરો,


કુદરત પણ કરે છે અહીં સુખોની લ્હાણી,

હું જાવ મારા 'ભાતીગળ' ગામડા પર વારી,

મારું આ અનમોલ ગામ

ભાતીગળ સંસ્કૃતિનું છે ‌મોટુ ધામ,

અમૂલ્ય વારસાના જતન કરવાનું છે આપણુ કામ,

જગ માં રોશન થશે આપની આ સંસ્કૃતિનું નામ,

અહીં જીવન છે જાનદાર,

મારી આ સંસ્કૃતિ પણ છે શાનદાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational